રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લા ના વડામથક રાજપીપલા શહેરમાં બી.એસ.એન.એલ ઓફિસ આવેલ છે જે હોફીસ પાછલા ત્રણ ચાર દિવસથી કોઇ કર્મચારી હાજર ન હોવાથી બંધ રાખેલ છે જેના કારણોસર રાજપીપળામાં આવેલ તમામ ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવાનો સમય આવ્યો છે કોઈ હાજર ન હોવાને કારણે ગ્રાહક એમના સીમકાર્ડ નથી બદલાવિ શકતા નથી તેમનું બિલ નથી ભરાતું અને એમના ફોન કનેક્શનમાં પ્રોબ્લેમ હોય તે પણ સોલ્યુશન ન થતું હોવાથી ગ્રાહકોની બૂમ પડે છે કે બજારમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી હોવા છતાં ઓફિસ કોઈ પણ અધિકારી હજાર નથી રહેતું એવું લોકો નું કેહવું છે તંત્રની લાલિયાવાડી ચાલતી હોય તો અમારે કોના સહારે રહેવું બી.એસ.એન.એલ.ના ફોન બંધ હોય અમારે વેપાર-ધંધા અર્થે કોન્ટેક કરવા ના થતા હોય તો ક્યાં જવું બંધ હોવાના કારણે તકલીફ પડતી હોવાથી બી.એસ.એન.એલ ના ગ્રાહકોની અગાઉ ઘણી બધી ફરિયાદ આપી હતી છતાં પણ આ રીતની લાલિયાવાડી ચાલતી હોવાથી સ્થાનિક પ્રશાસન આના ઉપર કોઈ પણ પગલાં લેતું ન હોય તેવું લાગી રહ્યું છે તે આગળ પણ આમ ચાલશે કે આની વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં આવશે કે નહીં એ વિચારવાનો વિષય રહ્યો છે જો રાબેતા મુજબ બી.એસ.એન.એલની ઓફિસ ચાલુ રહેતી હોય તો ગ્રાહકોને ધરમધક્કા ખાવા ના મટી જાય એમ છે આના માટે કઈ નિરાકરણ આવે તેવી લોકોની માંગ છે.