રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
નસવાડી તાલુકાના બરોલી અને ખાપરીયા ગામે મનરેગા યોજનામાં મિયાવાંકી પદ્ધતિથી ફળાઉ અને અન્ય કિંમતી રોપાનું વનીકરણ કરવામાં આવ્યું હતું. બરોલી ગામે નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ રાઠવા કૈલાશ બેન, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ભીલ ધોળી બેન રમેશ ભાઈના હાથે મનરેગા યોજનામાં મીયાવાંકી પદ્ધતિથી ફળાઉ અને અન્ય કિંમતી રોપાનું વનીકરણ કરવામાં આવ્યું હતું.સાથે સાથે ખાપરિયા ગામે પણ વનીકરણ કરવામાં આવ્યું જ્યાં સંખેડા વિધાનસભા ધારાસભ્ય અભેસિંહ તડવી ના હાથે વનિકરણું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નસવાડી તાલુકા વિકાસ ૨ અધિકારી,નસવાડી મામલતદાર ,મનરેગા યોજનાના અધિકારીઓ, સરપંચ તલાટી તેમજ અન્ય રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.મિયાવાંકી પદ્ધતિમાં રોપા રોપવામાં આવશે તેના માટે અલગ અલગ માટી અને દેશી છાણીયું ખાતર પણ નાખવામાં આવશે. રોપાની ફરતે તારનું ફેન્સિગં કરવામાં આવશે જેથી કરીને રોપાની જાળવણી થાય અને રોપાનું જતન થઈ રહે. વનીકરણ માં રોપવામાં આવેલ ફળાઉ અને કિંમતી રોપાથી ગ્રામ પંચાયત ને આવક થશે.અને મનરેગા યોજના હેઠળ ગરીબ આદિવાસી પરિવારોને રોજગારી મળશે. આ રોપાની જાળવણી કરવા માટે ૨ માણસ ને કાયમ માટે રાખવામાં આવશે અને રોપાને ઉછેરવામાં આવશે.સરકારના આ અભિગમથી આદિવાસી વિસ્તારમાં હરીયાળી જોવા મળશે.મનરેગા યોજનામાં ગરીબ આદિવાસી લોકોને રોજગારી મળી રહેશે.