રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં તોફાની વાનરનો આંતક મચાવ્યો છે. અને બાળકો થી માંડીને મહિલાઓને બચકા ભર્યા હોવાનું જાણવા મળ્યું છે. શિવાજી નગરમાં ૧૦વર્ષ ની ભોઈ પરિવારની બાળકીને વાનરે બચકું ભરતા દવાખાને લઈ જતા ટાંકા આવ્યા હતા જૂની બોડેલી વિસ્તારમાં પણ વાનરે દેહસત ઊભી કરી છે. અગાઉ બોડેલી માં મકડા એ તરખાટ મચવ્યો.હતો હવે ફરી વાનર લોકોને બચકા ભરતા લોકો ઘર બહાર ઊભા રહેતા ઘબરાઈ રહ્યા છે. વન અધિકારી તોફાની વાનર ને પકડવા માટે કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠી છે.