વડોદરામા કોરોનાના પ્રભાવમાંથી સંપૂર્ણ સાજા થયેલા પ્રથમ દર્દીને આજે રજા આપવામાં આવી હતી
સ્પેનથી આવેલા અને મૂળ વડોદરાના મકરપુરા મા રહેતા 49 વર્ષની ઉંમરના ચિરાગ પંડિતને તા.17 મી ના રોજ શંકાસ્પદ તરીકે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનો ટેસ્ટ પોઝિટિવ આવતા પ્રોટોકોલ પ્રમાણે સારવાર શરૂ કરાઈ હતી.
14 દિવસ પૂર્ણ થતાં એમનો બે વાર ટેસ્ટ નેગેટીવ આવતાં તેમને બે દિવસ પહેલા સાજા જાહેર કરાયા હતા તેમ છતાં તકેદારી માટે તેમને બે દિવસ ડોક્ટરોએ નિરીક્ષણ હેઠળ રાખ્યા હતા. હવે તેઓ સંપૂર્ણ સાજા થઈ જતાં આજે રજા આપવામાં આવી છે.
જો કે હજુ તેમને 14 દિવસ નિરીક્ષણ હેઠળ હોમ કવોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. વડોદરામા હજુ કોરોના પોઝિટિવ 8 દર્દીઓ સારવાર હેઠળ છે.