રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ થી પસાર થતી મોરબી બ્રાંચ નર્મદા કેનાલમાં હળવદ જી.આઇ.ડી.સી પાછળથી પસાર થાય છે હળવદના જી.આઈ.ડી.સી.માં આવેલ રોશની સોલ્ટ કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂર ૨૨ વર્ષના મનોજભાઈ અશોકસિહ કટીયાર અને ૨૩ વર્ષના અમરેશભાઈ નર્મદા કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર પાણીમાં પડી જતા મનોજભાઈ અશોકસિહ કટીયાર યુવાન મોત નીપજયું હતુ. જેની સ્થાનિક તરવૈયાઓ દ્રારા પાણીમાંથી લાશ બહાર કાઢી જ્યારે એક યુવાનની તરવૈયા ની ટીમ દ્વારા નર્મદા કેનાલના પાણીમાં શોધખોળ હાથ ધરી હતી હજુ સુધી કોઈ પતો લાગ્યો ન હતો. બનાવના પગલે આજુબાજુના કારખાનાના માલિકો અને ખેતરોના અને જી.આઈ.ડી.સી.ના મજૂરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારબાદ બનાવની જાણ પોલીસને થતા જમાદાર ભરતભાઈ આલ અરજણભાઈ ભરવાડ ઘટનાસ્થળે દોડી ગયા હતા મૂતક મનોજભાઈ કટીયારની લાશનો કબજો લઈ ને સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં ફરજ પરના ડો. માલસણા એ પી.એમની તજવીજ હાથ ધરી હતી.
