બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
ગોરા ગામના યુવાને પોતાની ખેતી પર બીનકાયદેસર રીતે ગુજરાત સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા તાર ફેન્સીંગ વાડ લાગવી હોવાથી પોતાનાં પરિવાર નું દુઃખ જાેઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યોં. પરિવારમા હાલ ૩ ભાઈઓ, ૨ બહેનો અને પોતાની વિધવા માતા સાથે રહેતાં રાજેન્દ્ર ભાઈ નારણભાઈ તડવી એ ગત રોજ તારીખ ૨૨ / ૭ / ૨૦૨૦ ના રોજ કપાસ મા છાંટવાની દવા પી આત્મહત્યા કરવા પ્રયાસ કર્યોં હતો..
ગોરા ગામ ની જમીનો પર સ્ટેચ્યુ ઓફ યુનીટી સત્તામંડળ રચી ને હાલ ગુજરાત સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ખેતી ની જમીનો જે વર્ષોથી જીવન ગુજારતાં આદિવાસી ઓને ખેતી કરવા દેવામાં આવતી નથી.. જાે ખેતી કરવા જાય તો પોલિસ કેસ કરવામાં આવે છે, તેમનાં ઓજારો જપ્ત કરવામાં આવે છે.જેથી હવે પોતાનો પરિવાર કેવી રીતે જીવશે તેવા ડર થી આદિવાસી યુવાને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યોં છે..યુવાન ની હાલત ગંભીર જણાતા ગુરૃડેશ્વર હોસ્પિટલ થી બરોડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.