વડોદરા: ડભોઇની દર્ભાવતિ નગરીમાં આજથી જનતા કરફ્યુનું એલાન

vadodara
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ

છેલ્લા ઘણા દિવસોથી ડભોઇ – દર્ભાવતિ નગરીમાં દિવસેને દિવસે કોરાના ના પોઝિટિવ કેસ માં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે ડભોઇ ના જાગૃત નાગરિકો અને વેપારી મંડળ દ્વારા ડભોઈના પ્રજાપ્રેમી ધારાસભ્ય શૈલેષ ભાઈ મહેતા સાથે આજરોજ સર્કિટ હાઉસ ખાતે મીટિંગ મળી હતી .જેમાં સર્વાનુમતે આવતીકાલથી ડભોઇમાં જનતા કરફ્યુનો નિર્ણય કરવામાં આવ્યો હતો .જેમાં ઉપસ્થિત આગેવાનોએ આવતીકાલથી અમલ કરવાનો નિર્ણય કર્યો હતો તેમજ ડભોઈના ધારાસભ્ય એ દરેક નગરજનોને અપીલ કરી હતી કે કોઈપણ જ્ઞાતિ ,જાતિના અને ધર્મના ભેદભાવ વગર જનતા કર્યું નો અવશ્ય પાલન કરે અને ડભોઈ નગર અને તાલુકામાં કોરોના નું સંક્રાંત થતું અટકાવવા સજાગ પ્રયત્ન કરે તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવે અને માસ્ક નો ફરજિયાત ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી. ઉપસ્થિત સૌ વેપારીઓએ સવારે ૮:૦૦ થી બપોરના ૨:૦૦ વાગ્યા સુધી એ પોતાનો વેપાર ધંધો ચાલુ રાખે અને ત્યાર બાદ સ્વૈચ્છિક પણે જનતા કરફ્યુ ના અમલ માં જોડાશે એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આમ આવતીકાલ થી ડભોઇમાં બપોરના ૨:૦૦ વાગ્યા પછી જનતા કરફ્યુ અમલ કરવામાં આવશે .સદર આ મિટિંગમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ,ભાજપના અગ્રણી અશ્વિનભાઈ વકીલ, શહેર ભાજપ પ્રમુખ ડૉ.સંદિપ શાહ ,મહામંત્રી બિરેન શાહ અને નગર ના વેપારી અગ્રણીઓ, સામાજિક આગેવાનો અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *