અમરેલી: ગૌવંશની કતલ તથા હેરા-ફેરીના ગુન્હાઓમાં સંકળાયેલા આરોપીને પાસા હેઠળ જેલમાં ધકેલાયો..

Amreli
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષક એ ગૌવંશ ની કતલ કરતાં ઇસમ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું, ગૌવંશની કતલ તથા હેરા-ફેરીના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીને પાસા તળે જેલમાં ધકેલાયો. અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય નાઓએ અમરેલી જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ ગૌવંશની કતલ કરતાં તેમજ જનતાની ધાર્મિક લાગણીને દુભાવવા તેમજ આમ જનતામાં પોતાની ધાક જમાવવાના હેતુ થી ગૌવંશના પશુઓની હેરા-ફેરી કરવી તેમજ તેની કતલ કરવી અને તેનુ માંસ-મટનની હેરા-ફેરી અને વેચાણ જેવી પ્રવૃતિ સંદત્તર બંઘ થાય તે હેતુંથી સરકારશ્રી દ્વારા ગૌવંશ કાયદામાં સુઘારાઓ કરવામાં આવેલ હોવા છતાં કાયદાનો ડર રાખ્યા વગર અમુક ઇસમો પોતાની ગેરકાયદેસર ગૌવંશની હેરા-ફેરી તથા કતલ કરવાની પ્રવૃતિ ચોરી, છુપીથી શરૂ રાખતાં હોય, જેથી ઘાર્મિક લાગણી દુભાવવાના અને કોમ્યુનલ જેવા બનાવો બનવાની સંભાવનાં રહેતી હોય, જેથી આવા માથાભારે ઇસમો સામે પાસા-તડીપાર જેવા સખ્ત પગલા લઇ ગુન્હેગારોને કાયદાનું ભાન થાય અને નિર્દોષ ગૌવંશની જીવ હત્યા ન થાય તેમજ અમરેલી જીલ્લાના નાગરીકોને સુખ શાંતિનો અહેસાસ થાય અને નિર્ભયપણે રહી શકે તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંઘાને અમરેલી એસ.ઓ.જી.,પો.સ.ઇ. .એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા મોસીન ઉર્ફે ઈમુ ઉસ્માનભાઇ કાલવા ઉ.વ.-૨૫, ઘંઘો-મજુરી, રહે. ચિતલ કાલવા ચોક, તા.જી.અમરેલીવાળા વિરૂધ્ધ પુરતા પુરાવાઓ એકઠાં કરી,પાસા દરખાસ્ત તૈયાર કરી,પોલીસ અધિક્ષક અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટ અમરેલીનાઓ તરફ મોકલી આપેલ હતી.
ગૌ વંશની કતલ કરતાં તેમજ જનતાની ધાર્મિક લાગણીને દુભાવવા તેમજ આમ જનતામાં પોતાની ધાક જમાવવાના હેતુ થી ગૌવંશના પશુઓની હેરા-ફેરી કરવી તેમજ તેની કતલ કરવી અને તેનુ માંસ-મટનની હેરા-ફેરી અને વેચાણની અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જીલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓક  નાઓએ ઉપરોક્ત આરોપી વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇશ્યુ કરતાં  પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય નાઓની સુચના મુજબ અમરેલી એસ.ઓ.જી. પો.સ.ઇ. એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમે મોસીન ઉર્ફે ઈમુ ઉસ્માનભાઇ કાલવા રહે. ચિતલવાળાને પાસા વોરંટની બજવણી કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ હાથ ઘરેલ છે.

આમઅમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.સ.ઇ.,  એમ.એ.મોરી તથા એસ.ઓ.જી. ટીમ ગૌવંશના પશુઓની હેરા-ફેરી કરવી તેમજ તેની કતલ કરવી અને તેનુ માંસ મટનની હેરા-ફેરી અને વેચાણની અસામાજીક પ્રવૃતિ કરતાં ઇસમને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે અટકાયતમાં રહેવા જરૂરી પોલીસ જાપ્તા સાથે મોકલી આપી, આવી ગૌવંશની કતલ જેવી અસામાજીક પ્રવૃતિ કરતાં ઇસમો સામે ચેતવણીરૂપ કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *