કાલોલના નગરમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને રાખી બજારનો સમય બદલવા અંગે વેપારીઓ અને તંત્ર સાથે પ્રાંત અધિકારીની બેઠક યોજાઈ.

Corona Kalol Latest

કાલોલ નગરમાં વધતા જતા કોરોનાના કેસોને પગલે વેપારી મહામંડળ દ્વારા મામલતદાર અને પાલિકા તંત્રને બજારનો સમય મર્યાદિત કરવા અંગે કાલોલ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેને સંદર્ભે પંચમહાલ જિલ્લા પ્રાંત અધિકારી વિશાલ સક્સેનાની અધ્યક્ષતામાં કાલોલ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં કાલોલ મામલતદાર, પાલિકા, પાલિકા મુખ્ય અધિકારી સહિત પાલિકાના સભ્યો, વેપારીઓ સહિત અગ્રણી પણ નાગરિકો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જે બેઠક અંતર્ગત પ્રાંત અધિકારીએ કોરોના વાયરસ અંગેની સાવચેતી અંગે આરોગ્ય ટીમ જ્યારે પણ સર્વે કરવા આવે ત્યારે સાચી માહિતી આપવા માટે લોકોને જાગૃત કરીએ, કામ વિના ઘરની બહાર ન નીકળવું, ઘરની બહાર જતી વખતે માસ્કનો ઉપયોગ કરવો,સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, કન્ટેન્ટમેન્ટ ઝોનના નિયમોનું પાલન કરવું જો કોરોના ને હરાવવો હોય તો આપણે આ તમામ નિયમોનું પાલન કરી તકેદારી રાખવી પડશે તેવી શીખ આપી હતી. પરંતુ બજારના મર્યાદિત સમયની રજુઆત અંગે જિલ્લામાં અન્ય પાલિકામાં મર્યાદિત સમય પાલન અંગે ઉભી થતી સમસ્યાઓ અને સવાલો મુદ્દે વેપારી મંડળની સહમતિ અને સ્વેચ્છાએ બજાર બંધ રાખવા ઇચ્છે તો તે રાખી શકે છે, બાકી એવો કોઈ નિયમ કે જોગવાઇ નથી. તેમ કહીને પાલિકા તંત્રને આ નિર્ણય અંગે ની જવાબદારી સોંપી હતી. પરંતુ પાલિકાએ પણ તંત્રના સહકાર વિના કોઈ જવાબદારી લીધા વિના સમય ફેરફાર કરવા બાબતે વેપારીઓ પર નિર્ણય છોડ્યો હતો. જેને પગલે બેઠકમાં ઉપસ્થિત વેપારીઓએ તેમની રજુઆત મુજબ કાલોલ બજારનો સમય સવારે નવથી સાંજના ચાર વાગ્યા સુધી રાખવાનો સ્વૈચ્છીક નિર્ણય લીધો હતો. જે સ્વૈચ્છિક સમય પાલન અંગે આગામી દિવસોમાં રિક્ષા ફેરવીને જાણ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *