રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
રાજ્ય ભરમાં ગુજરાત રાજ્ય બજાર સમિતિ કર્મચારી સંઘના નેજા હેઠળ રાજ્યભરની ૨૨૪ બજાર સમિતિ ઓના કર્મચારી દ્વારા પોતાની ફરજ પર હાજર રહી કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો જેમાં જુનાગઢ જિલ્લાના માંગરોળ માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓ પણ જોડાયા હતા.રાજ્ય સરકાર દ્વારા બજાર ધારામાં વટહુકમ દ્વારા 26 જેટલા સુધારા અમલી બનાવ્યા છે પરંતુ આ સુધારા પેકી અમુક સુધારાઓ બજાર સમિતિના કર્મચારીઓ ના હિત ઉપર અને બજાર સમિતિઓ ની આર્થિક સ્થિતી અસરો સર્જશે જેને લઇ આ મંડળ દ્વારા મુખ્યમંત્રી વિજય રુપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે ત્યારે હજુ સુધી કોઈ જવાબ ના આવતા કર્મચારીઓ એ પોતાના ફરજ સ્થળ પર આજ રોજ કાળી પટ્ટી બાંધી ફરજ પર હાજરી આપી વિરોધ નોંધાવ્યો હતો.સરકાર દ્વારા જો કર્મચારીઓ ની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવસે તેવી ચીમકી આપી હતી..