નર્મદા જિલ્લાના કેવડીયા ગામે પોલીસ તથા ગામલોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા.

Latest Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

મળતી માહિતી મુજબ આજરોજ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામે હેલીપેડ ફળિયામાં સર્વે નંબર ૫૦ ની જમીન માં લલ્લુભાઈ બંગલા ભાઈ તડવી ના પુત્ર જમીન ખેડી રહ્યા હતા તે દરમિયાન કેવડીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી જેને લઇને ગામલોકો તથા પોલીસ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા આ ઘટનાને નહીં પોલીસનું કહેવું છે કે અત્યારે લોકડાઉંનનો સમય ચાલી રહ્યો છે તથા કોરોનાવાયરસની મહામારી પણ નર્મદા જિલ્લામાં ઝડપથી ફેલાઈ રહી છે જેથી તમે ગામલોકો અહીં ભેગા ન થાવ અને લોકડાઉંનનું ચુસ્તપણે પાલન કરો તમારા જમીન ખેડવાની મુદ્દાને લઈને અમારે કોઇ વિરોધ નથી જ્યારે ગામ લોકોનું કહેવું છે કે અમે અહીં છેલ્લા પચાસ વર્ષથી જમીન ખેડીને ખેતી કરીને અમારું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે આ વર્ષે અમારી જમીન ઉપર સરદાર સરોવર નર્મદા નિગમ તથા વહીવટદાર કચેરી કેવડીયા કોલોનીના અધિકારીઓ દ્વારા ફેન્સીંગ કરી દેવામાં આવ્યું છે તથા અમોને ખેતી કરવા દેવામાં આવતી નથી.

જો કોઈ માણસે માસ્ક ન પહેર્યું હોય તો પોલીસ દ્વારા તેની પાસેથી દંડ વસૂલાય છે પરંતુ અહીં તો પોલીસ એ જાતેજ માસ્ક ન પહેરીને સરકારના માસ્કના નિયમું ઉલ્લઘન કર્યું. શું માસ્ક નો નિયમ સામાન્ય જનતા માટે જ છે પોલીસ અધિકારીઓને સરકારના નિયમો લાગુ પડતા નથી?

તેમજ અમારી જમીન પડાવી લેવાની પ્રક્રિયા અધિકારીઓ દ્વારા થઈ રહી છે જેનો અમે વિરોધ કરીએ છીએ અમારો પ્રશ્ન સરદાર સરોવર નર્મદા નિગમ સાથે છેલ્લા ઘણા સમય થી ચાલે છે અને અમારે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કોઈપણ પ્રકારનો પ્રશ્ન કે સમસ્યા નથી તો પછી શા માટે કેવડીયા પોલીસ વારંવાર અમારા ગામમાં આવીને અમોને પરેશાન કરે છે જમીન ખેડવા બાબતે અમે વહીવટદારને પણ મળ્યા છે તેઓનું કહેવું છે કે હું ઓથોરાઇ પરસન નથી તમે આ બાબતે કલેકટર નર્મદા ને રજૂઆત કરી શકો છો જ્યારે અમો નર્મદા કલેકટરને મળવા ગયા ત્યારે કલેકટર સાહેબ ને કહેવું છે કે આ બાબતે તમે જે તે સંબંધિત કચેરીને રજૂઆત કરી શકો છો આ બાબત મારા વિભાગમાં આવતી નથી આમ બંને વિભાગની કચેરીના અધિકારીઓ જવાબદારી માથે લેવા માંગતા નથી તો પછી કેવડીયા ગામમાં પોલીસ કોની અનુમતિથી અમોને હેરાન કરવા માટે આવે છે તે બાબત મહત્વની છે ક્યાં સુધી અમારા ઘરે આદિવાસી સમાજ પર આ રીતે અત્યાચાર ગુજારવામાં આવશે ગામના એક જાગૃત નાગરિક નું કહેવું છે કે જે તે સંબંધિત કચેરી ના અધિકારીઓ ગામમાં કંઈ પણ કહેવા આવે તે પહેલા તો સ્થાનિક પોલીસ તંત્ર ઘટના સ્થળ પર આવી જાય છે શા માટે સ્થાનિક પોલીસ તંત્ર અમારી સમસ્યાઓમાં રસ લે છે તે સમજાતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *