મોરબી: રાણેકપર ગામના‌લોકોએ સસ્તા અનાજના પરવાનેદારનો કર્યો વિરોધ: ત્રણ મહિના માટે જિલ્લા પુરવઠા અધિકારીએ સસ્પેન્ડ‌ કરતા ચકચાર.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

મોરબી જિલ્લાનાહળવદ તાલુકાના રાણેકપર ગામના સસ્તા અનાજના દુકાનદારો મનીષભાઈ પટેલ ઘણા ‌વષોથી‌ સસ્તા અનાજના પરવાનેદારો તરીકે કાયેરત હતા પરંતુ ગામ લોકોને પુરતો પ્રમાણમાં અનાજ નો જથ્થો નહીં મળતો હોવાના કારણે રાણેકપર ગામના ૫૦૦ જેટલા કાર્ડ ધારકોએ બુધવારે સસ્તા અનાજ દુકાનદાર સામે વિરોધ કરી રોષ વ્યક્ત કર્યો ‌હતો અને ગામલોકોએ‌ વિરોધ કરીને સસ્તા અનાજની દુકાનમાં તાળાબંધી કરી ને દુકાનદાર બદલાવાની માંગ કરી હતી.

અને આજે ગુરૂવારે ૫૦૦ જેટલા ગામલોકોએ પ્રતિક ઉપવાસનું આયોજન કરી સસ્તા અનાજ ના દુકાનદાર બદલાવાની માંગ કરી હતી જેના પગલે મોરબી જિલ્લા પુરવઠા અધિકારી એસ. જી પટેલ‌ એ સસ્તા અનાજના પરવાનેદાર મનીષભાઈ પટેલને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી અન્ય દુકાનદારને ચાર્જ આપ્યો હતો આ અંગે હળવદ મામલતદાર ‌વી કે‌‌ સોલંકી ને પૂછતા ‌તેવો એ જણાવ્યું હતું કે હાલ રાણેકપર ગામના સસ્તા અનાજના પરવાનેદાર મનીષભાઈ પટેલને ત્રણ મહિના માટે જિલ્લા પુરવઠા અધિકારીએ એ સસ્પેન્ડ નો હુકમ કર્યો છે અને અન્ય દુકાનદાર ઘનશ્યામપુર ગામ ના સસ્તા અનાજના પરવાનેદારો ને રાણેકપર ગામની દુકાન નો ચાજૅ આપવામા આવ્યો છે અને ગામ લોકો ને હવે નિયમિત અનાજનો જથ્થો મળતો થઈ જશે તેમ જણાવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *