રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉનાથી ૨૦ કિ.મી. દુર પવિત્ર મછુન્દ્રી નદીનાં કાંઠે પાંચ હજાર વરસ પૂર્વ પાંડવોના ગુરૂ દ્રોણચાર્ય આશ્રમ બનાવી તપસ્યા કરતા હતાં. અને તેમણે શિવજીની પુજા કરવા શિવલિંગની સ્થાપના કરી હતી ત્યારે પાણી આજુબાજુમાં કમાંપ ન મળતા મંત્ર શકિત થી એકબાણ પથ્થરની શિલામાં મારતા ગંગાજી પ્રગટ થયા હતાં. અને શિવલિંગ ઉપર હજારો વરસથી અવિહત પણે જળનો કુદરતી ગૌમુખમાંથી અભિષેક થાય છે. શ્રાવણ માસમાં હજારો શિવભકતો પુજા-અર્ચના કરવા આવે છે. અને ઘણા લોકોની મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિરની સામે છારોડી ગુરૂકુળ દ્વારા એક સુંદર ગુરૂકુળ અને કષ્ટભંજન હનુમાનનું મંદિર આવેલ છે. ગુરૂકુળનાં અધ્યક્ષ માધવ પ્રિયદાસ સ્વામિજીએ જંગલમાં મંગલ ઉપવન બનાવી રમણીય સ્થળ બનાવ્યું છે.