રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગીરગઢડાનાં પી.એસ.આઈ. કે.એન.અઘેરા તથા એ.એસ.આઈ. ધીરૂભાઈ બાલાશંકર જોષી, પોલીસ કોન્સ. નાજીર નસીરભાઈ, વિક્રમભાઈ હમીરભાઈ ઓડેદરા, કલ્પેશભાઈ કરશનભાઈ ગીરગઢડા ગ્રામ્ય વિસ્તારમાં શ્રાવણીયો જુગાર રમતા આકોલાળી ગામે રામભાઈ કાળાભાઈ વાજા, ગોરધનભાઈ પાંચાભાઈ મકવાણા ૬ જુગારીઓને રૂા.૨૫૪૮૦ રોકડા સાથે પકડી પાડેલ હતા જ્યારે સનવાવ ગામે અરવિંદભાઈ દેવસીભાઈ રાઠોડના મકાન આગળ જુગાર રમતા મનસુખ માલા ચાવડા, માનસીંગભાઈ કેસુભાઈ સહીત ૯ જુગારીઓને રૂા.૧૨૪૧૦ રોકડા સાથે પકડેલ હતા જ્યારે કોદીયા ગામે ખોડીયારપરા વિસ્તારમાં પાંચાભાઈ કરશનભાઈ વરસડીયા, જીણાભાઈ જેઠાભાઈ પીસડીયા, રાજુ ભગવાન શિયાળ સહિત ૮ જુગારીઓને રૂા.૧૩૬૪૦ રોકડા સાથે પકડી પાડેલ હતા અને નીતલી ગામે બસ સ્ટેશન ચોક પાસે રહેતા ગોબરભાઈ ગીગાભાઈ ચાવડાના મકાન પાસે જુગાર રમતા લાલજી ગોબર ચાવડા, જમાલ ધીરૂ સમા, રમેશ બાબુ બારૈયા સહીત ૭ જુગારીઓને રૂા.૧૦૫૯૦ રોકડા સાથે પકડી પાડેલ હતા કુલ ૩૦ જુગારીઓને રૂા.૬૨૧૨૦ રોકડા સાથે પકડી પાડતા ગીરગઢડા પોલીસ સ્ટેશન ટુંકુ પડયુ હતુ. તેમજ ઉના શહેરમાં વેરાવળ રોડ ઉપર આવેલ આંબેડકરનગર પાસે જુગાર રમતો હોય ઉનાના પોલીસ આર.જે.વાજા ત્થા સ્ટાફે રેડ કરતા માધુ છગનભાઈ રાઠોડ, વિજય લાલચંદ, પ્રવિણ માવજી, ધીરૂ વેલજીભાઈ, વિજય ભરતભાઈ પટણીને કુલ પાંચ જુગારીઓને રૂા.૧૧૩૭૦ રોકડા સાથે પકડી પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરેલ હતો.