રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
દાંતા તાલુકા ના વિજલાસન ગામે કાયદેસર ભષ્ટાચાર નો વિકાસ થયો છે જો વાત કરવામાં આવે આ ગામ ની તો પંચાયત ના રોડ ના ગેરરીતિ ની હજી તો શાહિ સુકાઈ નથી ત્યાં અનેક મુશ્કેલી અને ગેરરીતિ ઓ છાપરે ચડી ને પોકાર કરે છે ગટર લાઈન કે પાણીની સમસ્યા જાને ગામલોકો ના લલાટે લખાઈ છે નવા રસ્તા બનતા નથી અને તંત્ર જુના રસ્તા તોડીને વાઘ મારે છે હાલ નવીન બની રહેલા મેઈન રસ્તા જાણે ગેરરીતિ માટે જ મંજુર થયા હોય એમ રસ્તા ટુટવા માં ક્યાંય પાછા પડયા નથી. આ સમસ્યા તો દરેક ગામની છે.
પણ તાલુકા ના જવાબદાર અધિકારી અમુક જગીયા નું ખરેખર ફરી ચેકિગ કરે તેવી લોકો ની માંગ હતી તેમાં લોકો માં શંકા પણ ઉતપન્ન થઈ હતી અને ગામના રહિશો દ્રારા મીડિયા ને કહયુ હતુ કે તેની તપાસ ના ચક્રો ગતિમાન કરવામાં આવે તો દરેક ગામડા માં સરપંચ તલાટી અને કોંટકટર વગર ડેકેલે માતા આવે એવું છે પણ ગેરરીતિ માં બધા સામેલ હોય એવી પરિસ્થિતિ સેવાઈ રહી છે કોઈ કોઈ ને કહેવા તૈયાર નથી જે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે અને મોટો સવાલ તો એ આવ્યો હતો કે જે ગામ નો સરપંચ છે તેમના ધર પાસે અને તેનો જ મહોલ્લા માં મોટી ગંદકિ જોવા માં આવી હતી અને લોકો માં રોગચાળો થાય તેવી લોકો માં ચર્ચા થઈ હતી અને લોકો દ્રારા જાણવા મળ્યુ હતુ કે ખરેખર આ સરપંચ ચુંટાઈ ને આવ્યા હતા ત્યાર થી જો વિઝીલેન્શ દ્રારા તપાસ થાય તો દુધનુ દૂધ અને પાણીનુ પાણી થઈ જાય અહિયા અહિયા જે ગ્રાન્ટ આવી છે.
તેની ખરેખર સાચા અને સચોટ રીતે તપાસ થાય તો આ ગામો નુ મોટુ રહસ્ય જે લોકો માં શંકા થઈ છે તે બહાર આવી જાય જયારે વિજલાસણ ગામની અંદર મીડિયા દ્રારા ગામની અંદર તપાસ કરવા માં આવી ત્યારે ગામના ગણી સમસ્યા ઓ આવી હતી બહાર અને હાલ માં કઈ યોજના હેઠણ જે નવીન રોડ નુ કામ ચાલુ કરવા માં આવેલ છે તેમાંય મોટો દેખાય તેવો ભસ્ટાચાર અને ખુલ્લેઆમ ચોરી કરી પોતાનું પાપ છુપાવવા રોડ કોન્ટ્રાક્ટર કરી રહયા હતા મોટો કપચો નાખીને અને ડ્રસ્ટ નાખી ને રોડ માં પણ હાલ તેમનુ પાપ છુપાવતા નજરે પડયા હતા અને ખુલ્લેઆમ તસ્વિર માં તેમનુ ખૂલ્લુ પાપ દેખાઈ જ રહયુ છે અને જે જગીયા એ નવીન રોડ બનાવ્યો છે.
તેમાંય બ્રષ્ટાચાર તે રોડ પર કરયો હતો તે ગામ ના લોકો દ્રારા જાણવા મળ્યુ હતુ કે જે નવીન રોડ બનાવેલ છે તેમાં જે મીનરલ મશીન માં પહેલા મોટો કપચો નાખે છે પછી તેમાં કપચીની ડ્રસ્ટ વધુ માત્રામાં નાખવા માં આવે છે અને નામ નો જ સીમેન્ટ નાખીને નવીન રોડ નુ હાલમાં કામ ચાલુ કરેલ છે અને લોકો એ એ જણાવ્યૂ હતુ કે જે માપ કરવા માં આવ્યુ છે તે પણ માપ ખોટુ છે અને અમારી જીની ગટર લાઈન તોડિ નાખતા તે પાણી હાલ માં લોકો ના ધરો માં જતુ હોય તેવુ પણ સ્થાનીક રહિશો દ્રારા જાણવા મળ્યુ હતુ શૂ આ તેના પર તપાસ ના આદેશ થાય અને દરેક કામ ની તાત્કાલિક વિઝીલેન્શ તપાસ ના આદેશ માટે લોકો ની માંગ ઉઠવા પામી હતી અને લોકો જણાવ્યુ હતુ કે જો અહિયા સક્ષમ અધિકારી જો ચેકિગ તથા આદેશ કરવામાં નહિ આવશે તો ગામ લોકો ગાંધીમાર્ગ અપનાવશે અને આદોલન ની પણ ચીમકિ આપશે અને ટીડિયો સાહેબ પોતાની સરકારી એસી ની ગાડી માંથી ઉતરીને ગરીબ જનતા ના દુખ સાંભળે તેવી લોકો ની માંગ ઉઠવા પામી હતી અને વધૂ માં જણાવ્યુ હતુ કે ખરેખર ઉચ્ચ અધિકારી કોઈ ને જાણ કરયા વગર આ ગામ ના રેકર્ડ ચેક કરવા માં આવેતો ગામ નુ મોટુ રહસ્ય બહાર આવે તેમ છે શુ ગરીબ જનતા ને ન્યાય મળશે..? તે આવનારો સમય જ બતાવશે.