રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના વિવિધ તાલુકાઓનિ મંડળના હોદ્દેદારોની વરણી અંગેની વિધિવત જાહેરાત આજરોજ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશની સુચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામા કાર્યરત ૧૦ મંડળો ના ૬ નગરપાલિકા તથા ૪ તાલુકા ના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સહિતના હોદ્દેદારો ની વરણી જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા દ્વારા કરાય છે. ત્યારે જિલ્લા પ્રભારી પૂર્વ ધારાસભ્ય કારીટ સિંહ રાણા ,જિલ્લા સંગઠન પ્રભારી પ્રદિપભાઈ ખીમાણી,પ્રદેશ નાયુક્ત જિલ્લાસરચના ના અધિકારી અને રાજકોટના પૂર્વ મેયર જૈમીનભાઈ ઉપાધ્યાય સાથે સંકલન સાધી કરાયેલી આ જાહેરાત બાદ નવા વરાયેલા હોદેદારોને જિલ્લા સાસંદ પુનમબેન માડમ ,ગ્રામ ગૂહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા ,ગ્રીમકો ચેરમેન મેધજીભાઈ કણજારીયા ,દ્વારકા જિલ્લા ના ધારાસભ્ય પબુભા માણેક સાથે જિલ્લાના આગેવાનોએ આવકારી શુભેચ્છાઓ પાઠવી છે.