અમરેલી: ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામના સરપંચ ચોથાભાઈ જાદવના પુત્રએ ઉપસરપંચને મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી.

Amreli Latest
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

મળતી માહિતી મુજબ ખાંભા તાલુકાના જુનામાલકનેસ ગામમાં તાજેતરમાં શરૂ થયેલ બ્લોક પેવિંગના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય જેની જાણ થતાં ગામના જાગૃત ઉપસરપંચ અને પત્રકાર એવા હસમુખભાઈ શિયાળ દ્વારા તપાસ કરવા ગયેલા જેની ઉપર હુમલો કરવાની કોશિશ થયેલ જે સરપંચના પુત્ર શૈલેષભાઈ ચોથાભાઈ જાદવે ખોટી રીતે માથુ દિવાલમાં ભટકાવી લોહી કાઢી ૧૦૮ બોલાવી સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં દાખલ થઈ અને તેમને હસમુખભાઈ શિયાળ ઉપર ખોટી ફરિયાદ દાખલ કરી હતી તે દરમિયાન સરપંચ ચોથાભાઈ ખીમાભાઈ જાદવનો મોટો પુત્ર દિનેશ ચોથાભાઈ જાદવ એ તારીખ ૧૨-૭-૨૦૨૦ ના રોજ રાત્રીના ૧૦:૩૦ સમય દરમ્યાન ત્રણ વાર કોલ કરી બિભસ્ત ગાળો આપી અને મારી નાખવાની ધમકી આપેલ તે અન્વયે ખાંભા પોલીસ સ્ટેશનમાં હસમુખભાઈ શિયાળ ઉપસરપંચ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.તે અન્વયે ખાંભા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સરવૈયા સાહેબ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *