રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
કોરોના ની વૈશ્વિક મહામારી અને વધતી જતી યાત્રિકોની સંખ્યાને ધ્યાને રાખી સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર તેમજ ટ્રસ્ટ્રી અને સેક્રેટરી દ્વારા મિટિંગ કરી ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તા ૨૫/૦૭/૨૦૨૦ શનિવારથી દર્શન માટે પાસ સિસ્ટમ અમલી કરવામાં આવી છે.ભક્તો ટ્રસ્ટ ની વેબસાઈટ www.somnath.org પર મુકવામાં આવેલ દર્શન અંગેની લિંક ખોલી ટ્રુસ્ટર દ્વારા નક્કી કરવામાં આવેલ સમયના દર્શન સ્લોટ મુજબ સમય નક્કી કરી દર્શન માટેનું બુકિંગ કરાવી શકશે જેમાં યાત્રિકો નિયત સમય થી વેહલા પહોંચી પોતાનો પાસ બતાવી દર્શનનો લાભ લઇ શકશે.
હાલની પરિસ્થિતિમાં સામાજિક અંતર જાળવીને દર્શનની વ્યવસ્થા છે.આ દર્શન માટે પાસ પ્રિન્ટ અથવા તો મોબાઈલ માં પાસ દેખાડી ને દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે.જો કોઈ યાત્રી બુકિંગ કરવાનું ભૂલી ગયા હોઈ અથવા તો ન કરવાવ્યું હોઈ તેવા યાત્રિકો તેમજ સ્થાનિક શ્રધાળુઓ ને દર્શન માટેના પાસ દરેક ૩૦ મિનિટ ન સમય સ્લોટ માં પરિસ્થિતિ ને અનુરૂપ ઇસ્યુ કરવામાં આવશે દર્શન પાસ માટે શ્રી સોમનાથ મંદિર ની સામે આવેલ જુના પથિકઆશ્રમ જગ્યામાં ટ્રસ્ટ દ્વારા માટેના ૦૪ કાઉન્ટર કરવામાં આવેલ છે જ્યાંથી પાસ મેળવી શકાશે પાસ મેળવવા માટે ભક્તો એ સામાજિક અંતર જાળવીને લાઈનમાં ઉભા રહેવા નમ્રવિનંતી ની અપીલ છે .વિશેષ શ્રદ્દાળુ ઓ ટ્રસ્ટ વેબસાઈટ પાર થી ઓનલાઇન પૂજાવિધિ નોંધાવીને પણ શ્રાવણ માસ માં પૂજા વિધિ નો લાભ લઇ શકે છે, સોમનાથ આવતા દરેક યાત્રિકો જ સ્થાનિકો પણ છે અને દેશ ભરમાંથી દર્શનાર્થી આવે છે તેઓ ને નમ્ર નિવેદન સોમનાથ ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે કે કોવીડ-૧૯ ની સરકારી ગાઈડલાઈન ને અનુસરી સોશ્યિલ ડિસ્ટન્સ અવશ્ય પાલન કરો પાસ મેળવા શાંતિ પૂર્ણ રીતે અનુશાસન પાલન કરો પાસ મેળવી દર્શન કરી ક્યાંક ઉભા ન રહેવું બિન જરૂરી કોઈપણ જગ્યા એ અડકવું નહિ અને ગાઈડ લાઈન ચુસ્ત પાલન કરવા નમ્ર અપીલ છે.