રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ અનેક સમસ્યાઓમાં હોવા છતાં દર્દીઓ કે સ્ટાફ ના હિત બાબતે અધિકારીઓ કોઈ જ પગલાં લેતાં ન હોય ત્યારે હાલ કોરોના મહામારી વચ્ચે સિવિલ ના પાણી ના બોર ના વાલ્વ ની આસપાસ અતિશય કચરો જમા થતા મચ્છરોનું આક્રમણ જોવા મળી રહ્યું છે સાથે સાથે વર્ષો જુના વાલ્વ ડેમેજ થતા તેમાંથી લીકેજ થતું પાણી બહાર મુખ્ય માર્ગ ઉપર વહે છે જેના કારણે વધુ ગંદકી અને કીચડ થતા રોડ પર આવેલી લારીઓ પાસે પણ ભારે ગંદકી થાય છે જેના કારણે સિવિલમાં દાખલ દર્દીઓ તેમજ સ્ટાફ ના સ્વાસ્થ્ય બાબતે પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. આવી સ્થિતિ માં કોરોના ની સાથે મેલેરિયા કે અન્ય રોગચાળો ફેલાઈ તેવી દહેશત હોય સિવિલ સત્તાધીશો આ બાબતે યોગ્ય કરે એ જરૂરી બન્યું છે.