રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લા મા પોલીસ ની દેશી વિદેશી દારૂ ઝડપવાની કવાયદ ચાલું બેરોકટોક પણે ચાલુ જ રાખવામાં આવી છે,જિલ્લા પોલીસ વડા હિમકરસિહની સુચના અને ડી.વાય.એસ.પી રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર નર્મદા જિલ્લામાં પોલીસ ઠેરઠેરથી દેશી સહિત વિદેશી દારૂના જથ્થા સાથેઓને પણ ઝડપી રહી છે.પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરી રેડો કરવામાં આવે છે છતાં દારૂના વેપલા સાથે સંકળાયેલા બુટલેગરો પોતાના ધંધામા મસ્ત જ જણાઇ રહયા છે, જાણે કે તેઓને કાયદાનો કોઇ ખોફ જ નથી. આજ રોજ વહેલી સવારે જ નર્મદા પોલીસ રાજપીપળા પાસેના નવાગામના કોતરોમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર ત્રાટકી હતી અને દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી અને ભઠ્ઠીઓમાં ગાળતા દેશી દારૂના વોશનું સથળ ઉપર જ નાશ કર્યો હતો.
આ અગાઉ પણ નર્મદા જિલ્લા પોલીસ લોકડાઉન દરમ્યાન અનેક દેશી દારૂ ની ભઠ્ઠીઓ ઉપર ત્રાટકી હતી, આરોપીઓને ઝબ્બે કર્યા હતા પરંતુ ફરી પાછા જામીન પર છુટીને આરોપીઓ એજ ધંધામાં પુનઃ મસ્ત બની જતા હોય છે ત્યારે આવા અસામાજિક તત્વોને પાસા જેવા કાયદાનો ઉપયોગ કરી તડીપાર કરી આવી પુનઃ ધમધમતી પ્રવૃત્તિ ઉપર બ્રેક લાવવી જોઈએ. જો કાયદાનો કડક અમલ થશે તો જ અસામાજિક તત્વો અંકુશમાં આવશે નહીંતર જામીનની કાર્યવાહી કરી છુટીને ફરી પાછા એ જ ધંધા માં પુનઃ જોતરાઈ જશે.