રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૪ પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે
નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ અધિકારી ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ૧૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૧૩ દર્દી રાજપીપળાના અને એક દર્દી નાવરા ગામનો સમાવેશ થાય છે ૬૧ સેમ્પલ ના રિઝલ્ટ આવવાના હજુ બાકી છે
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૫૯ દર્દીઓ સારવાર હેઠળ છે આજે ૧૬ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૧૨૬ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે જિલ્લામાં કુલ ૨૩૨ કોરોના ના દર્દીઓ નોંધાયા છે.