હાલમાં કોરોના વાઇરસના સંક્રમણ ને અટકાવવા માટે સમગ્ર દેશમાં તેમજ રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં રાહત ફંડ આપવા માટેની જાહેરાત કરી છે.
હાલોલ તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રા ધામ પાવાગઢ ના શ્રી ક્લીકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં મદદરૃપ થવા ના આશય સાથે ધ મુખ્યમંત્રી રાહત ફંડધ માં 51 લાખ નો ફાળો આપવાની જાહેરાત કરી છે.
તેમજ માતાજી સરકારના ભગીરથ કાર્યમાં સફળતા અપાવશે.દેશને મહામારી ના સંકટ માંથી ઉગારશે એવી અભ્યર્થના કરવામાં આવેલ હતી.