રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના ઉંછા ખાતે જિલ્લા સમાહર્તા એ ઉંછા ગામ પંચાયત ની મુલાકાત લીધી. પ્રાંતિજ તાલુકા ના ઉંછા ખાતે આજે જિલ્લા સમાહર્તા સી.જે.પટેલ દ્વારા ઉંછા ગામ પંચાયત ની સ્થળ મુલાકાત લીધી હતી અને દફતરી તપાસ સહિત ગામના લોકો ના પ્રશ્નો અને ગામના પ્રશ્નો અંગેની ચર્ચા કરવા આવી હતી તો ઉંછા ગામના પૂર્વ સરપંચ પટેલ જયંતિભાઇ પટેલે પીએમ ફંડ માટે જિલ્લા ના સમાહર્તા સી.જે.પટેલ ને ચેક આપ્યો હતો તો ગામના યુવાન દ્વારા પણ પીએમફંડ માટે ૫૦૦ નો ચેક આપ્યો હતો તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદ ના પ્રાંન્ત અધિકારી સોનલ બા પઢેરીયા , પ્રાંતિજ મામલતદાર એચપી ભગોરા , તાલુકા હેલ્થ ઓફિસ આર.કે.યાદવ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં .