સાબરકાંઠાના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોની આરોગ્ય વિષયક સેવાઓ સુનિશ્ચિત કરાઇ

Sabarkantha
રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા

મહેસુલ અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ૫૨ ઔદ્યોગિક એકમોમાં તપાસ હાથ ધરાઇ

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો વ્યાપ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. અનલોક-૨ ના અમલ પછી સાબરકાંઠા જિલ્લામાં આવેલ મોટા ૫૨ અને અન્ય નાના ઔધોગિક એકમો ધમધમતા થયા છે, પરંતુ તેની સાથે તેમને કોરોના સંક્રમણને અટકાવવા એકમના સ્થળે સેનેટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તથા ફરજીયાત માસ્કનો ઉપયોગ થાય છે કે નહિ તેની મહેસુલ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. કામદારોને કામના સ્થળે તેમના સ્વાસ્થ્યની દરકાર રખાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ સુચનાઓ અમલી બનાવી છે. જેનો અમલ સાબરકાંઠાના ઔધાગિક એકમોમાં થાય છે કે નહિ તેની તપાસ હાથ ધરાઇ હતી, જેમાં સાબરકાંઠા જિલ્લાના તલોદ, પ્રાંતિજ, હિંમતનગર અને ઇડર તાલુકાના કુલ ૫૨ ઔધોગિક એકમોની સ્થળ મુલાકાત કરી હતી. જયાં કોરોનાના સંક્રમણથી બચવા ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં કામદારો કામના સમયે માસ્ક અને હેન્ડ ગ્લવ્ઝ ઉપયોગ તથા કામના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન થાય છે કે કેમ તેની રૂબરૂ તપાસ કરવામાં આવી હતી. વધુમાં કામના સ્થળે હાથ ધોવાની વ્યવસ્થા અને સ્થળનું સમયાંતરે સેનેટાઈઝેશન થાય છે કે કેમ તે અંગે માહિતી મેળવી અને કામદારોની આરોગ્ય વિષયક સેવાઓને સુનિશ્ચિત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *