રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ભાઈની રક્ષા માટે બહેન દ્રારા રાખડી બાંધી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આગામી તા.૩ ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી થનાર છે. ત્યારે ભાઈની રક્ષા માટે બહેન ભાઈના જમણા હાથે રાખડી બાંધશે. દેશની રક્ષા માટે બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોની રક્ષા માટે દેશભર માંથી રાખડી મોકલવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સહયોગથી અને ગીર સોમનાથ જિલ્લા માંથી બહેનોએ મોકલાવેલી ૬૦૦ થી વધુ રાખડી કલેકટરશ્રી અજયપ્રકાશને આપવામાં આવી હતી. જે રાખડી બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોને મોકલી આપવામાં આવશે.
સ્વામી વિવેકાનંદ બોર્ડ દ્રારા ગુજરાત રાજ્યના ૧૮૩૦૦ ગામ માંથી બહેનો દ્રારા પહેલી રાખડી દેશ પ્રેમકી અંતર્ગત દેશના જવાનો માટે મોકલવામાં આવી છે. તમામ રાખડીઓ ગામ માંથી જિલ્લા મથકે મોકલી આપવામાં આવશે. ત્યારબાદ રાજ્ય મથકે અને અંતમાં નેવી, એરફોર્સ, આર્મી સહિત બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોને મોકલી અપાશે. આ રાખડીઓનું તાલુકા મથકે પુજન કરવામાં આવ્યું હતું.