રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વિરમગામ તાલુકા ના વંથળ ગામે અનુ.જાતિ વિસ્તારમાં ગટરનું દુષિત પાણી ભરવાની સમસ્યા અંગે દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ, હરેશ રત્નોતર, નવઘણ પરમાર, રાકેશ સોલંકી સહિત ટીમ ના સભ્યો દ્વારા જાત તપાસ કરેલની લોકોની સમસ્યા જાણી હતી. અને ત્યારબાદ કિરીટ રાઠોડ દ્વારા સરપંચ ને 48 કલાકમાં કામ કરવાની ચીમકી આપી હતી. અને તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ જનો અને દલિત અધિકાર મંચ દ્વારા રૂબરૂ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જે અંગે તંત્ર સફાળું જાગ્યું અને તાબડતોબ તાલુકા વિકાસ અધિકારીએ જાત મુલાકાત લીધી. આ બાબતે મીડિયામાં પણ વિસ્તૃત અહેવાલ રજૂ થયા હતા. અને આજે દુષિત પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવી કુંડી બનાવી અને પાણી નો નિકાલ કરવામાં આવ્યો . ટુક સમયમાં અહીં માટી પુરાણ કરીને રસ્તો બનવવામાં આવશે.અમો વંથળ ગામના અનુ.જાતિના તમામ લોકો દલિત અધિકાર મંચ અને તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયતનો અને પ્રશાસન સાથે મીડિયાના તમામ પ્રેસ રિપોર્ટરોનો જાહેર આભાર વ્યક્ત કરીએ છીએ.