રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
માંડલના ખંભલાય માતાજીના મંદિર પાસે આવેલ બ્રાહ્મણવાસ વિસ્તારમાં વર્ષોથી રહી ચૂકેલા અતુલભાઈ મનુપ્રસાદ વ્યાસ જેઓએ પોતાનું મકાન ખંભલાય માતાજી મંદિરને વેચાણ આપી તેઓ માંડલની સિદ્ધયોગી ધામ સોસાયટીમાં પોતાનું મકાન લઈને ત્યાં રહેતાં હતાં. અતુલભાઈ ખુબજ નિષ્ઠાવાન હતાં તેમનો સ્વભાવ પણ સરળ અને સુશીલ હતાં તેમનો ચહેરો પણ હંમેશને માટે હસમુખો રહેતો તેઓને એક પુત્ર તથા એક પુત્રી છે જેઓ બંનેની સગાઈ પણ અતુલભાઈએ કરાવી હતી. વીસ બાવીસ દિવસ પહેલા તેમની અચાનક તબિયત નાદુરસ્ત જણાતાં સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતાં ત્યાં તેમનો કોરોના માટેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું એકાદ દિવસ પછી અતુલભાઈને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતાં ત્યાં તેમને શરૂઆતની સારવારમાં ઘણી રિકવરી પણ મેળવી લીધી હતી, તેઓ હોસ્પિટલમાં જ સારવાર લઈ રહ્યા હતાં તે દરમ્યાન તેમને અચાનક શ્વસનક્રિયામાં તકલીફ જણાતાં તેઓ શ્વાસ લઈ શકતાં ન હતાં જેથી તેમને ડોક્ટર દ્વારા વધુ સારવારમાં ઓક્સિજન આપવામાં આવ્યો હતો તેમ છતાં તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને કોરોના વોર્ડના આઈ.સી.યુ વિભાગમાં ખસેડવામાં આવ્યા અને વેન્ટીલેટર મુકાયું હતું જોકે તા.18 જુલાઈ સાંજ સુધી વેન્ટીલેટર પર તેમના કાઉન્ટ મધ્યમ રહ્યા હતાં પણ સાંજ પછી વેન્ટીલેટર પર કાઉન્ટ ઘટતાં ગયા અને મોડી રાત્રે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા અતુલભાઈએ તા.19 ની સવારે અંતિમ શ્વાસ લીધો હતો. તેમના મૃત્યુના સમાચાર માંડલમાં પ્રસરતા થયા અને સમગ્ર નગરમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આમ અતુલભાઈ એ માંડલ બ્રહ્મ સમાજમાં આગેવાન હતાં. તેઓ પોતે સીવીલ એન્જિનિયર હતાં અને તેઓ અમદાવાદ જિલ્લામાં વિરમગામ ખાતે પી.ડબ્લ્યુ .ડી માં નોકરી પણ કરતાં આમ ચાલુ ફરજ દરમ્યાન 20 દિવસ સુધી સતત કોરોના સામે લડત આપી હતી પણ અંતે તેમનું કોરોનાના કારણે દુઃખદ મૃત્યુ નીપજયું હતું.