કોરોના અપડેટ ભાવનગર: આજે ભાવનગર જિલ્લામા ૩૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૬૬ દર્દી થયા કોરોનામુક્ત.

Bhavnagar Corona Latest
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

ભાવનગર જિલ્લામા આજરોજ ૩૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧,૦૫૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૭ પુરૂષ અને ૫ સ્ત્રી મળી કુલ ૨૨ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા મહુવા તાલુકાના કતપર ગામ ખાતે ૧, મહુવા તાલુકાના નેસવડ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, પાલીતાણાના ઘેટી ખાતે ૧, પાલીતાણાના દેદરડા ગામ ખાતે ૧, પાલીતાણાના મોતીસર ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, સિહોરના ઘાંઘળી ગામ ખાતે ૧, સિહોરના ઢુંઢસર ગામ ખાતે ૧, તળાજાના સખવદર ગામ ખાતે ૧, તળાજાના આમલા ગામ ખાતે ૨, તળાજાના કુંઢેલી ગામ ખાતે ૧, તળાજાના પીપરાળી ગામ ખાતે ૧ તથા ઉમરાળા ખાતે ૧ કેસ મળી કુલ ૧૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૪૭ અને તાલુકાઓના ૧૯ એમ કુલ ૬૬ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧,૦૫૪ કેસ પૈકી હાલ ૪૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫૯૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૨૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *