રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ તાલુકાના સરોડ ગામે ગ્રામ પંચાયત દ્વારા ૭૯ લોકોને ગૌચરમાં થયેલ દબાણો દુર કરવા માટે નોટીસ આપવામાં આવી હતી છતાં ગૌચરમાં દબાણો દુર ન થતાં તાલુકા વિકાસ અધિકારી વિસ્તરણ અધિકારી પંચાયત સર્કલ ઈન્સ્પેક્ટર નાયબ મામલતદાર સહીતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત સાથે ગૌચરમાં થયેલાં દબાણો દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં સરોડથી બામણાસાના રસ્તે તથા સરોડથી પાડોદરના રસ્તે ગૌચરમાં થયેલ દબાણો દુર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ સરોડ ગામ નજીક દબાણો દુર કરવામાં આવ્યા હતા.
સરોડ ગામની બાજુમાં અનુસુચિત જાતિના લોકો દ્વારા અનુસુચિત સમાજ અને બુદ્ધ વિહાર બનાવવા માટે ગ્રામ પંચાયતના ઠરાવથી જગ્યા ફાળવવામાં આવી હતી જેમાં સરકાર દ્વારા બે વખત ગ્રાંટ પણ ફાળવવામાં આવી હોવાનું તેમજ હાલના સરપંચ દ્વારા ધમકી આપેલી નોટીસ આપવામાં આવેલછે તેમજ પોલીસ રક્ષણ મેળવી પેશકદમી દુર કરાવેછે તેવા આક્ષેપ સાથે સરોડ ગ્રામ પંચાયત સદસ્ય કરમણ સોલંકીએ જણાવ્યુ હતું.
ગ્રામ પંચાયતના અગાઉના ઠરાવ મુજબ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરિ અનુસુચિત જાતીના લોકોને જગ્યા ફાળવવામાં આવી હતી ત્યાર બાદ તે જગ્યામાં પેટા આરોગ્ય કેન્દ્ર મંજુર થતાં એ જગ્યાનો જુનો ઠરાવ રદ કરિ પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવાનો ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવેલ હતો ત્યારે એ જગ્યાએ પેશ કદમી દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતાં અનુસુચિ જાતીના લોકો માટે જગ્યાએ મોટી સંખ્યામાં ઉમટી પડી જેસીબી આડે ઉતરી આવ્યા હતા અને એ જગ્યામાં દબાણો દૂર કરવા રોકતા તમામ તંત્ર ત્યાંથી જતું રહ્યુ હતું.
તંત્ર દ્વારા માંગવામાં આવેલ પોલીસ બંદોબસ્ત પણ પુરતો ન હોવાનું પણ જાણવા મળ્યું હતું જેના કારણે તંત્રની ઉપસ્થિતિમાં સોશ્યલ ડીસ્ટ્નટનો પણ ભંગ થયેલ જોવા મળ્યો હતો છતાં તંત્ર લાચાર બની સોશ્યલ ભંગ બદલ કાર્યવાહી ન કરવા મજબુર થયુ હતું
સરોડ ગ્રામ પંચાયત દ્વારા અંદાજે બસ્સો વિઘાથી વધુ જમીન દિવાલો મકાનો દુકાનો સહીતના દબાણો દુર કરવામાં આવનારછે ત્યારે દબાણો દુર કરવાની શરૂઆતના દિવસે સંઘર્ષ થતાં તમામ તંત્ર જતા રહેતા દબાણો દુર કરવાની કામગીરી અટકીછે ત્યારે આગામી બે દિવસોમાં દબાણો દુર કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું અનુસુચિત જાતીના લોકોની સમાજ અને બુદ્ધ વિહાર બનાવવાની માંગ છે તે જગ્યાએ દબાણ હટાવવામાં આવશે તો અનુસુચિત જાતિના લોકો પરિવાર સાથે રહે છે જગ્યાએ ઉમટી પડે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે.
