રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદના આંબાવાડી વિસ્તારના કિશોર કોમ્પલેક્ષ પાસે આવેલ શાેપીંગ સેન્ટરમાં ફુટવેર સાડી પ્લાસ્ટીક સહીતની દુકાનોમાં આગ ભભૂકી હતી કેશોદ નગરપાલિકા ફાયર ટીમ, પાેલીસ સ્ટાફ તેમજ પી.જી.વી.સી.એલ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો અને આગને કાબુમાં લેવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.પ્રાથમિક તારણમાં આગ શોર્ટ સર્કીટના કારણે લાગ્યાનું જાણવા મળી રહ્યું છે . આગ લાગ્યા નાં સમાચાર સોશ્યલ મીડિયા માં વાયરલ થતાં લોકમેળો જામ્યો હતો. અનલોક-૨ હેઠળ આઠ વાગ્યે બજારો બંધ થતી હોય સદનસીબે કોઇ જાનહાની થયેલી નથી. વધુ માહિતી તપાસ બાદ જાણવા મળશે.