રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના પાન વડ મા વર્ષો જૂના પોરાણિક પંદેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અહીંયા મંદિર મા ગામના તમામ નગરજનો દ્વારા વરુણદેવ ને રીઝવવા જળાભિષેક કરવામાં આવ્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી પાનાવડ તેમજ આજુબાજુ ના ગ્રામ્યવિસ્તારમાં લોકો મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે પંથક ના ખેડૂતો પણ વરસાદ નહિ પડતાં મુઝવણમાં મુકાઈ ગયા છે ખેતી પણ નિષ્ફળ જવાની આરે છે પાંદેશ્વર મહાદેવ મંદિરની લોકોમાં માન્યતા રહેલી છે કે વરૂણ દેવને મનાવવા મહાદેવને જળાભિષેક કરતા મેઘરાજા ની પધરામણી થાય છે જેના લીધે મેઘરાજા ને રીઝવવા માટે પાનવડના મહાદેવ મંદિર મા તમામ ગ્રામજનો એ હરહર મહાદેવ ના નારા સાથે ભગવાન ભોલેનાથ ને રીઝવવાના પ્રયાસો અંતર્ગત જળાભિષેક કરવામાં આવેલ હતો.