રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા માં કોઇપણ પ્રકારની માલિકી કે સર્વે નં વિના મોટા મોત કોમલેક્સ બનાવવાનું કૌભાંડ બહાર આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. જંગલ ખાતાના ઉચ્ચ અધિકારી ના જણાવ્યા પ્રમાણે આ તમામ બાંધકામો સર્વે નં માં બંધાયા હોવાનું જણાવ્યું છે જ્યારે હકીકતમાં લોકચર્ચા પ્રમાણે બાંધવામાં આવેલું બાંધકામ એ સરકારી માલિકીમાં બન્યું હોવાનું મનાય છે. આ તમામ બાંધકામ કરતાં બિલ્ડરો થી તંત્ર ખરેખર અજાણ છે કે પછી આંખ આડે કાન કરીને સાથ આપવામાં આવી રહ્યો છે તેવા યક્ષ સવલોએ અનેક અધિકારીઓ અને બિલ્ડરોને શંકાના દાયરામાં મૂકી દીધા છે. બાંધકામ કરવામાં આવેલ જગ્યામાં ધીમી ગતિએ એક પછી એક કોમ્પલેક્ષ બનતા જતા હોવાથી કોઇપણ સવાલ ન ઉઠે એવા ઇરાદા દ્વારા આ બાંધકામ કરવામાં આવી રહ્યુ હોવાનું મનાય છે ત્યારે આવનારા સમયમાં તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે કે કેમ? કે પછી બધું જ સગેવગે કરી લેવામાં માહિર એવા અધિકારીઓ અને બિલ્ડરો દ્વારા સમગ્ર મામલો થાળે પાડી દેવામાં આવશે? જ્યારે બિલ્ડીંગ બનતા હતા ત્યારે કેમ કોઈ તપાસ કરવામાં ન આવી?
આ સમગ્ર ઘટના સામે આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. કોઇપણ પ્રકારની પરવાનગી વિના કરવામાં આવેલા બાંધકામ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કેમ?