રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ગઇકાલે જ તેમનું એન્ટીજન રેપીડ કોરોના ટેસ્ટીંગ કરાયું જેમાં તેમનો કોરોનાના શંકાસ્પદ દર્દી તરીકેનો રિપોર્ટ આવ્યો હતો.
રાજપીપળા : રાજપીપળા મુસ્લિમ સમાજના આગેવાન અને નગરપાલિકામા ચાર ટર્મથી સેવા આપનાર યુસુફભાઈ દાઉદભાઈ સોલંકીનું આજે વહેલી સવારે હદયરોગના હુમલાથી અવસાન થયું હતું તેમની પત્ની 3 દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવતા તેમને કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ગઈ કાલે આરોગ્ય વિભાગ ના રિપોર્ટ મા તેમનો રેપિડ ટેસ્ટ આવ્યો હતો ત્યારબાદ તેઓ પણ સારવાર માટે વડોદરા ની ખાનગી હોસ્પિટલ માં ગયા હતા ત્યાં તેમનું આજે વહેલી સવારે હદયરોગ ના હુમલાથી અવસાન થયું હતું.આ વાત રાજપીપળા મુસ્લિમ સમાજ માં ફેલાતા ગમગીની છવાઈ ગઈ હતી. તેમના નિવાસ સ્થાને હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત તમામ લોકો દોડી આવ્યા હતાં.
યુસુફ દાઉદ સોલંકી રાજપીપળા ના મુસ્લિમ સમાજ એક સંનિષ્ઠ સમાજ સેવક હતા તેઓ ૧૯૯૫ થી રાજપીપળા નગરપાલિકા મા સક્રિય હતા નગરપાલિકા મા 2 વાર ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી તેમના નિધન અંગે નાદોદના ધારાસભ્ય પી ડી વસાવા એ જણાવ્યું હતું કે રાજપીપળા ના મુસ્લિમ સમાજ નો અવાજ એટલે યુસુફ દાઉદ સોલંકી આજે સમાજ વચ્ચે થી જતા રહ્યા તેઓ નિખાલસ સ્વભાવ અને હંમેશા સમાજ પ્રત્યે તત્પર હોય ત્યારે આજે સાચો સેવક આપણી વચ્ચે નથી રહ્યો એ ખોટ હંમેશા રહેશે તેમની અંતિમ યાત્રા માં ધારાસભ્ય પી ડી વસાવા, માજી પ્રમુખ ભરત વસાવા, નગર પાલિકાના સદસ્ય મહેશ વસાવા, ડો.કમલ ચોહાણ,પૂર્વ સભ્ય નિલેશ અટોદરિયા સહિત રાજપીપળા ના મુસ્લિમ આગેવાનો સહિત તમામ સમાજ ના લોકો જોડાયા હતા.