રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા પોલીસે જુલાઈ મહિનાના ૨૦ દિવસ માં ૩૪૬૧ વ્યક્તિઓને ૬,૯૨,૨૦૦-રૂ.નો દંડ જ્યારે ૧૫૨ વિરુદ્ધ ૧૮૮ મુજબ જાહેરનામાંના ભંગના કેસ કર્યા.નર્મદા જિલ્લામાં હાલ કોરોનાના કેસ વધી રહયા છે જે જિલ્લાની પ્રજા માટે ચિંતાજનક છે ત્યારે જાહેરનામા સહિત સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક,સોસીયલ ડિસ્ટનસ સહિતના નિયમો લાગુ હોવા છતાં લોકો જાણે કોઈજ પરવાહ કર્યા વિના કાયદનો ભંગ કરતા હોય એ સૌ માટે જોખમી છે ત્યારે નર્મદા પોલીસ વડા હિમકરસિંહ ની કડક સૂચના મુજબ જિલ્લાના દરેક પો.સ્ટે.માં આ બાબતે કાયદાની કડક અમલ થતા જુલાઈ મહિના ના ૨૦ દિવસ માજ પોલીસે જાહેર સ્થળો પર માસ્ક વિના ફરતા કુલ-૩૪૬૧ વ્યક્તિ ઓ પાસે થી રૂ.૬,૯૨,૨૦૦નો દંડ વસુલ કર્યો છે.
સાથે સાથે હાલ જાહેરનામું લાગુ હોવા છતાં કાયદાનું પાલન ન કરી જાહેરનામા નો ભંગ કરતા કુલ- ૧૫૨ લોકો વિરુદ્ધ ૧૮૮ મુજબ નો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.નર્મદા પોલીસ કાયદાના પાલન માટે કડક કાર્યવાહી કરી લાખોનો દંડ વસુલ કરે છે છતાં પોતાના અને અન્યો ના સ્વાસ્થ્ય બાબતે પણ હજુ લોકોમાં જાગૃતિ આવતી નથી જો આમજ લોકો લાપરવાહ રહેશે તો આવનારા દિવસો માં કોરોના સંક્રમણ ચોક્કસ વધશે માટે સાવચેતી અને સલામતી રાખવી જરૂરી છે.