રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
અવારનવાર અને ખાસ કરીને ચોમાસાની સીઝનમાં લોખંડના થાંભલાઓ શોર્ટ થતા હોય છે. જેના હિસાબે અત્યારે સુધીમાં શહેરમાં ઘણા બધા ઢોર અને જાનવર મોતને ભેટ્યા હતા. પણ છેલ્લા ૩ વર્ષથી રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે ત્યારથી શોર્ટ થવાના પ્રમાણ માં મહદઅંશે ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્કૂલે આવતા જતા બાળકો માટે તેમજ થાંભલાની બાજુ માંથી પસાર થતા લોકો માટે પણ આ પોલ ખુબ જોખમી છે. જે બાબત ની ગંભીરતા લઇને રોટરી દ્વારા આ પાઇપ ફિટિંગનો ત્રીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. અગાઉ અને અત્યારે શહેરની આખી મેંઇન બજારમાં થાંભલાને આ રીતેજ સુરક્ષા કવચ લગાવવામાં આવ્યા હતા.
આ વખતે પણ સ્કૂલની આજુબાજુમાં, સ્ટેશન રોડ, મંદિરો પાસે, બેન્કો પાસે અને ભોજનશાળા ઓ, હોટલો પાસે, વધુ લોકોની જ્યાં અવરજવર થતી હોય તેવી જગ્યાએ આવતા પોલ ઉપર પ્રોટેક્શન કવર લગાવાનું શરૂ કરેલ છે. આ પ્રોજેક્ટ નું ડોનેશન હરિકૃષ્ણ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ વાળા રોટે. શૈલેષભાઇ પટેલ તરફથી આપવામાં આવ્યું હતું. પ્રોજેકટ ચેરમેન સન્ની ત્રિવેદીની મહેનતથી લગનથી સફળ થયો હતો.આ પ્રોજેક્ટમા વી.કે.સોલંકી મામલતદાર સાહેબે ખાસ હાજર રહીને રોટરેક્ટરો ના ઉત્સાહ વધાર્યો હતો.અને આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.