રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં કાર્યરત અખિલ ભારતીય ગ્રાહક નિર્માણ થયાની સાથે જ ૨૨ વર્ષથી જે કચેરીઓ નર્મદામાં નથી એ મુદ્દો ઉઠાવી સ્થાનિક ગ્રાહકોને કેટલું નુકસાન થાય છે. બજારમાં આ વિભાગોની ગેરહાજરીથી અનેક ગેરરીતિઓ થતી જોવા મળે છે. આ સાથે વેપારીઓને ભરૂચના ધક્કા ખાવા પડે છે. આવી રજૂઆત જિલ્લા કલેક્ટરને કરી આ લડતને લઈને પ્રાંત વિભાગ દ્વારા કમિશનર ફૂડ એન્ડ ડ્રગ અને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના સચિવને રજૂઆત કરી હતી. બંને આધિકારીઓએ નર્મદા જિલ્લાને આ વિભાગો ફાળવવામાં આવે તેવી હૈયા ધારણા આપી છે.
આ બાબતે નર્મદા જિલ્લા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ના પ્રમુખ પ્રવિણસિંહ ગોહિલે અને મહેશભાઈ ઋષી જણાવ્યું હતું કે ભરૂચ માંથી નર્મદા જિલ્લો છૂટો પડ્યોને ૨૨ વર્ષ થયા છતાં હજુ ફ જિલ્લામાં ફૂડ અને ડ્રગ સેફટી, તથા જિલ્લા તોલ માપ નિરીક્ષકની કચેરી અને ગ્રાહક તકરાર ફોરમ ની કોર્ટ પણ ચાલુ ના હોય જે બાબતે એક બેઠક કરી જરૂરી ઠરાવ કરી અમે જિલ્લા કલેક્ટરને આવેદન આપી આ વિભાગોની માંગણી કરવાની રજુઆત કરી હતી આ વાત અમારા પ્રાંત કક્ષાએથી ગાંધીનગર સચિવ અને કમિશનર કક્ષાએ કરી છે.હકારાત્મક જવાબ મળ્યો છે જે આનંદ ની વાત છે કેમકે લોકો નર્મદા જિલ્લામાં આ કચેરીના અભાવે ભેળસેળ યુક્ત ખોરાક અને ઓછું તોલમાપ નો શિકાર બની રહ્યા છે. કચેરી વહેલી ચાલુ થાય એ માટે અમે સતત પ્રયત્ન કરતા રહીશું પણ ગ્રાહકો ની છેતરપિંડીને લઈને પણ કોઈ કેશ જણાશે તો અમે તંત્ર ને સાથે રાખી જે તે વેપારી સામે એક્શન લેવડાવીશું ની ચીમકી પણ આપી હતી.