અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા રોડે ફરી વખત ડાળ પડવાની ઘટના સામે આવી.

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

વાવેરા રોડે મહાકાય વૃક્ષની ડાળ પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહન ચાલકોએ ભેગા મળીને આ મહાકાય ડાળને રોડપરથી સાઈડમાં ખસેડવાની તજવીજ હાથ સારી હતી. અવાર નવાર આ રોડ પર વુક્ષો ધરાશાયી તેમજ ડાળીઓ પડવાની ઘટના બને છે ત્યારે તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા ન હોય જેને લઈને વાહન ચાલકોમા રોષ જોવા મળ્યો હતો. છેલ્લા એક મહિનાથી કાયમી માટે વુક્ષો રોડ પર પડે છે ત્યારે તંત્ર ઘોર નિદ્રા માં હોય તેવું લાગી રહ્યું છે અનેક વખત લોકો એ રજૂઆત કરવા છતાં વુક્ષો ને કાપવા મા નથી આવતા જ્યારે કોઈ પણ વ્યક્તિ નો ભોગ બનશે ત્યારે તંત્ર ની આંખ ખુલશે..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *