રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
બાબરામાં પંચશીલ સ્કૂલના શિક્ષકો અને બાબરા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરો ની કામગીરી ને બિરદાવતા નમો સેના ઇન્ડિયા પ્રદેશ ઉપાધ્યક્ષ સૌરાષ્ટ્ર ઝોન ના પ્રભારી વિનુભાઈ મંગળા એ કોરોના મહામારીમાં પણ સારી એવી કામગીરી કરી છે તેમને બિરદાવવામાં આવ્યા. ત્યારે બાબરા પંચશીલ સ્કુલ દ્વારા જૂન માસથી સત્ર ના ખુલે ત્યાં સુધી શિક્ષણ ફી માફી તેમજ વાહન ફી પણ માફ કરવામાં આવી તેમની આ કામગીરીને નમો સેના ઇન્ડિયાના પ્રદેશ ઉપાધ્યક્ષ દ્વારા બિરદાવામા આવી હતી. અને બાબરા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરો ની પણ કોરોના મહામારીમાં જે કામગીરી કરી રહ્યા છે તેને બિરદાવામા આવી હતી.આ તકે બાબરા તાલુકાના નમો સેના ના પ્રમુખ શંભુભાઈ પાંચાણી તેમજ જિલ્લા નમો સેના ના ઉપાધ્યક્ષ રાવતભાઈ વાળા અને સુરેશભાઈ દાફડા સહીત આગેવાનો દ્વારા બાબરા પંચશીલ સ્કુલ ના શિક્ષકો ને અને બાબરા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ની કામગીરી બિરદાવવામાં આવી હતી.