મહીસાગર: પાલિકાતંત્રની પ્રિ મોનસુન કામગીરીમાં બેદરકારીના પગલે લુણાવાડા નગરની ગટરોનું પાણી ખેતરોમાં ફળી વળ્યું.

Latest Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

રોગચાળાનો ભય અને ખેતીને નુકશાન અંગે લેખિત રજુઆત

લુણાવાડા નગરપાલિકા તંત્ર દ્વારા પ્રિ મોન્સુન કામગીરીમાં બેદરકારીના પગલે પટ્ટણ રોડ સાઈડની ગટર ઉભરાતા ગંદુ પાણી ખેતરોમાં ફરી વળતાં ખેતીને નુકશાન થયું છે. આ ઉપરાંત મકાનોને નુકસાન તેમજ રોગચાળાની ભીતિ સર્જાઈ છે. આ અંગે સ્થાનિકો પાંચ દિવસ અગાઉ પાલિકા તંત્રને લેખિત રજુઆત બાદ પણ કોઈ કામગીરી શરૂ કરવામાં ન આવતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

લુણાવાડા પટ્ટણ રોડ પાસેથી પસાર થતી નગરની ગટર આગળ જતાં બંધ થઈ જતા ગંદુ પાણી ઉભરાઈને દરકોલી તળાવની ઉત્તરે આવેલા ધોળી ગામના ખેડૂતોના ખેતરોમાં ફરી વળતાં તૈયાર કરેલ ખેતીને નુકસાન થયું છે. આ ઉપરાંત અનેક કાચા મકાનો તેમજ ફ્લોર મિલની આસપાસ બે ફૂટ જેટલી દીવાલો ડૂબી જતાં હોનારતનો ભય સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષોમાં પણ આ સમસ્યા અવારનવાર સર્જાય છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા કાયમી નિકાલ માટે યોગ્ય આયોજનનો અભાવ જોવા મળતાં આ વિસ્તારના ખેડુતો અને રહીશોને વારંવાર આ મુશ્કેલી અને નુકસાન સહન કરવું પડે છે જેના પગલે સ્થાનિકોમાં ઉગ્ર રોષની લાગણી પ્રવર્તી રહી છે.

ગટરોનું ગંદુ પાણી ઉભરાવાના લીધે દસ એકર ખેતીને નુકસાન થયું છે.પાંચ દિવસ અગાઉ રજુઆત કરી છે પણ હજુ સુધી કોઈ જોવા સરખું આવ્યું નથી.અહીં કાચા મકાનો તેમજ દુકાનોની આસપાસ બે ફૂટ જેટલુ પાણી ભરાયું છે.જેનાથી હોનારત સર્જાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *