રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ડેડીયાપાડા પોલીસ સ્ટાફ ના માણસો રેઇડમાં નીકળેલા હતા તે દરમ્યાન સાથેના હે.કો.અરવિંદભાઇ કિલ્યાભાઇને ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળેલ કે, ” કિશનભાઇ હર્ષદભાઇ તડવી રહે-દેડીયાપાડા નાનો તેની મો.સા.ઉપર કણબીપીઠા ગામ તરફથી ગંગાપુર ગામ તરફ એક વીમલના થેલામાં ઇગ્લીશ દારૂ ભરી લઇ આવે છે.તેવી બાતમી આધારે ગંગાપુર નાળા પાસે નાકાબંધીમાં હતા દરમ્યાન ઉપરોક્ત બાતમીવાળી મો.સા. આવતા તેને સાઇડ પર ઉભી રાખી ચેક કરતા એક વિમલના થેલામાં (૧) ઇમ્પીરીયલ બ્લ હીસ્કીના ૧૮૦મી.લી.ના કાચના ક્વાટરીયા નંગ-૪૮ કિ.રૂ.૪૮૦૦/- તથા (૨) સોમ પાવર ૧૦,૦૦૦ ના ૫૦૦ મી.લી.ના બીયરટીન-નંગ-૨૦ કિ.રૂ.૨૦૦૦/- નો પ્રોહી.મુદામાલ મળી આવતા મળી આવેલ પ્રોહી.મુદામાલની કિ.રૂ.૬૮૦૦/- તથામો.સા.નંગ-૧ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦ ગણી કુલ કિ.રૂ. ૨૨,૩૦૦/- નો પ્રોહી.મુદામાલગણી વધુ તપાસ અર્થે કજે કરી આરોપી વિરૂધ્ધ પ્રોહી.એક્ટ કલમ-૬૫ એ,ઇ, મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.પોલીસ અધિક્ષક શ્રી નર્મદા તથા ના.પો.અધિ.શ્રી રાજપીપલા નાઓની સુચના અને માર્ગદર્શનઆધારે વધુમાં વધુ ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા દેડીયાપાડા પોલીસ પ્રયત્ન શીલ છે.