રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
રાધનપુરમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસોમાં ઉછાળો આવતાં શહેરીજનોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે , જેને ધ્યાનમાં રાખીને પાલિકાના કારોબારી ચેરમેન કાનજીભાઈ પરમારે ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરીને સમગ્ર શહેરમાં દવાનો છંટકાવ કરવા અને શહેરના તમામ વિસ્તારોને સેનેટાઇઝ કરવાની માંગ કરી છે. ખાસ કરીને જે વિસ્તારોમાં પોઝિટિવ કેસો આવ્યા હોય ત્યાં સૅનેટાઇઝ કરવામાં આવે તે જરૂરી છે.આ ઉપરાંત બજારોમાં દુકાનોની મુલાકાત લેતાં વેપારીઓ દુકાનમાં સેનેટાઇઝર રાખતા નથી અને સોસીયલ ડિસ્ટન્સનો પણ અમલ કરવામાં ના હોવાથી દુકાનદારોને આ માટે સૂચના આપવા પણ જણાવ્યું છે. દુકાનદારો અને જાહેર માર્ગો ઉપર અવર – જવર કરતા લોકોને માસ્ક પહેરવા સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.