રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
ખાંભામાં પી.જી.વી.સી.એલની ઘોર બેદરકારીનાં કારણે મહાદેવપરામાં વીજપોલ ઉપર એલ.ટી.લાઈનનો વાયર વાળાથી બાંધેલ હોવાથી ચોમાસામાં ખાર લાગી જતા ચાલુ વિજ વાયર નીચે રમતા બાળકો ઉપર પડતા આરતી મુંધવા નામની બાળકી ઉ.વ.૮ ગંભીર ઈજા પામતા પ્રથમ ખાંભા અને બાદમાં વધુ સારવાર માટે સાવરકુંડલા રીફર કરવામાં આવી હતી.
ખાંભા મહાદેવપરા વિસ્તારમાં સવારના ૯ કલાકે ઘર પાસે શેરીમાં રમતા બાળકો ઉપર જીવતો વિજવાયર પડતા આરતી મુંધવા નામની બાળકીને ગંભીર ઈજા પહોચતા ખાંભા અને બાદમાં વધુ સારવાર માટે સાવરકુંડલા ખસેડવામાં આવેલ આરતી મુંધવા સાથે રમતા અન્ય બાળકો સદભાગ્યે ચમત્કારીક રીતે બચી ગયેલ શેરીમાં જ એક ગાય પણ ઘટના સમયે નીકળતા તેની ઉપર એલ.ટી. ચાલુ વિજ વાયર પડતા ગાયનુ ઘટના સ્થળે જ મોત નિપજેલ હતુ.