ગીર સોમનાથ: દીવમાં પવિત્ર સોમવતિ અમાસની ઉજવણી કરવામાં આવી..

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

સોમવતી અમાસ શ્રાવણ માસના સોમવારે આવે છે. બીજા દિવસે જ શ્રાવણ માસનો પ્રારંભ થાય છે. આ દિવસે સુહાગન સ્ત્રીઓ વડની પૂજા કરે છે. કારણ કે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. સ્ત્રીઓ સુતરના દોરાથી પરિક્રમા કરી અને પીપળાના જાડની પૂજા-અર્ચના કરી તેમજ ફળ, ફૂલ અને સુહાગનનો સામાન પણ ધરે છે. પીપડામાં લક્ષ્મીજી તેમજ પિતૃનો પણ વાસ હોય છે. સુહાગન સ્ત્રીઓએ આજરોજ કથા સાંભળી, શીવ-પાર્વતીના દર્શન કરી અને ઉપવાસ રાખ્યા વિના આ વ્રત કરવાથી સ્ત્રી પોતાના પતિ અને બાળકોના લાંબા આયુષ્યની પ્રાર્થના પણ કરે છે. હાટકેશ્વર મહાદેવ મંદિરમાં પણ પૂજારી પ્રતાપગીરી દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *