રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના શહેર અને તાલુકામાં જુગારીઓ ઉપર ધોંસ બોલાવવા જિલ્લા પોલીસ વડા રાહુલભાઈ ત્રિપાઠીની સુચનાથી ઉનાનાં નવાબંદરના પી.એસ.આઈ. કે.વી.પરમાર, એ.એસ.આઈ. એચ.કે.પરમાર, જોરૂભાઈ નારણભા ત્થા સ્ટાફે માણેકપુર ગામમાં જાહેરમાં જુગાર રમતા રામજી ભગવાન રાઠોડ, ભાણજી બાબુ રાઠોડ, જેન્તી રૂડા રાઠોડ, પાલા બાબુ રાઠોડને રૂા.૨૧૭૩૦ રોકડા સાથે પકડી પાડેલ હતા જ્યારે તડ ગામે ઘોડી પાસાનો જુગાર રમતા પીયુશ અરજણ વાળા, શાંતી ભીખા મકવાણા, અરવિંદ ઝાંડા બાંભણીયા, ભૂપત પાલા દમણીયાને રૂા.૧૧૨૦૦ રોકડા સાથે પકડી પાડેલ હતા.
જ્યારે દેલવાડા ગામે ભીખુશા બચુશા, નીલેશભાઈ છગનભાઈ ત્થા સ્ટાફે શ્યામનગર પાછળ જુગાર રમતા અજય ચના વાજા, કાનજી ચના વાજા, પંકજ પુના બાંભણીયા, અશોક ભગવાનભાઈ બાંભણીયા, અશ્વીન રાજા ચારણીયા, ગોવિંદ રાણા બાંભણીયા, યોગેશ ગીગા ચારણીયા, કૈલાસ મોહન સોલંકી, અજય ગીગા ચારણીયા, જગદીશ રઘુનાથ મરાઠી, નવનાથ રઘુનાથ મરાઠીને જુગાર રમતા રોકડા રૂા.૨૬૫૭૦ સાથે પકડી પાડેલ હતા. આમ કુલ ૧૮ લોકોને રૂા.૫૮૫૦૦ સાથે પકડી પાડેલ છે.