મોરબી: હળવદ માળીયા હાઈવે રોડ પર ક્રુઝર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા ડ્રાઇવર સહિત ૯ યુવતીને ઈજા પહોંચી.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદના માળીયા હાઈવે રોડ પર કુઝર અને આઇસર વચ્ચે અકસ્માત થતા આસ્થા સ્પિનિંગ મિલ નોકરી કરતી યુવતી અને કુઝર ના ડ્રાઈવર સહિત ૯ યુવતિને ઈજા થઈ હતી જેમાં ૨ યુવતીને ગંભીર ઈજા થતા પહોંચતા સુરેન્દ્રનગર હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી.

હળવદ ધાંગધ્રા માળીયા કચ્છ હાઇવે પર અવારનવાર અકસ્માત થવાના બનાવો બનતા હોય છે ત્યારે આવો જ એક બનાવ હળવદ માળીયા ચોકડી નજીક મંગળવારે વહેલી સવારે બન્યો હતો મોરબી માળીયા ચોકડી નજીક આવેલ મહળવદ અને આજુબાજુના ગામોમાંથી ધ્રાંગધ્રા તાલુકા માંથી યુવતીઓ આસ્થા સ્પિનિંગ મિલ મા નોકરી કરવા આવે છે ઈકો ગાડીઓ કુઝર સહિતના વાહનો મા અપડાઉન કરે છે ધાંગધ્રા તાલુકા થી યુવતીઓ નોકરી કરવા માટે આસ્થા સ્પિનિંગ મિલમાં આવતી હતી ત્યારે મોરબી માળીયા ચોકડી નજીક એક આઈસર ક્રુઝર ને હડફેટે ‌લેતા ત્યારે ડ્રાઇવર સહિત નવ યુવતીઓને નાની-મોટી ઇજા થઇ હતી તમામને હળવદ ની સરકારી હોસ્પીટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી બે યુવતીને ગંભીર ઈજા થતા સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડવામાં આવી હતી અંગે હળવદ સરકારી હોસ્પિટલના ડો કૌશલભાઈ પટેલને પૂછતા તેઓ જણાવ્યું હતું કે આજે સવારે અકસ્માતના બનાવો બને તો જેમાં નિમકનગર ના ડ્રાઈવર પ્રવીણ ભાઈ ગોવિંદભાઈ. ગોપાલગઢ ના રસીલાબેન નટુભાઈ. કુડાના કાજલબેન પ્રવીણભાઈ. શકિતનગરના રંજનબેન રાધવભાઈ. કુંડાનાપાયલબેન મોતીભાઈ. ગોપાલગઢ રીંકુબેન નદુભાઈ. કંકાવટી ના રેખાબેન અવચરભાઈ. શક્તિનગર ના શ્રધ્ધાબેન ભુપતભાઈ. અને રંજનબેન સહિતના નવ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપી હતી બે યુવતીને ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ‌તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *