રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
કોંઢ ગામની બહાર બિરાજમાન શ્રી શક્તિ માતાજીના મંદિરના અડધો કિલોમીટર રોડ ઉપર બેય સાઈડ અને છેક મંદિર સુધી તેમજ ત્યાં બાજુમાં આવેલ મોટા મેદાનમાં અને મંદિરના કમ્પાઉન્ડમાં ૩૦૦ ઝાડનું વાવેતર કરવામાં કરવામાં આવ્યું હતું.ઝાલા પરિવાર કોંઢ ના ૨૦ જેટલા યુવાનોએ બહાર ગેઇટ બનાવી વાવેતર માટે ટ્રેકટર ચલાવી તેમજ ખાડા કરીને ખુબજ ખંતથી અને ઉત્સાહથી વાવેતરમાં ભાગ લીધો હતો. રોટે.સુરેશભાઈ પટેલ પી.એચ.સી. સેન્ટર કોંઢ ના માર્ગદર્શન અને દેખરેખમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રોટે. ચિનુભાઈ પટેલ તરફથી ઓર્ગેનિક ખાતર પૂરું પાડવામાં આવ્યું હતું.