ગીર સોમનાથ: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે તેમના જન્મદિવસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં દર્શન કરવા પહોંચ્યા.

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે તેમના જન્મદિવસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ માં દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે કોંગ્રેસી કાર્યકરો ટોળાની અંદર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા સોમનાથ મંદિર પરિસરમાં પ્રવેશવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. તો સાથે સોમનાથ પરિસરમાં એક કાર્યકર હાર્દિક સાથે સ્લેફી અને વિડીયો લેઇ મંદિર ના નિયમો નો ભંગ કર્યો હતો.

હાર્દિકનું કહેવું હતું કે સોમનાથની અંદરથી જ રાજ્ય અને દેશની અંદર સત્તા પરિવર્તનની શરૂઆત થઇ છે ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા પછી સોમનાથ મહાદેવ પાસે પોતાની વિરુદ્ધ ના શક્તિશાળી લોકો સામે લડવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. ત્યારે સોમનાથ મંદિર સુરક્ષા ની જવાબદારી જેમના પર છે તેવા મંદિર સુરક્ષા ડી.વાય.એસ.પી વી.એમ ઉપાધ્યાય ને જ્યારે મંદિર પરિસર ની અંદર સેલ્ફી લેતા કાર્યકર વિશે પૂછવામાં આવ્યું ત્યારે આવી ઘટના પોલીસને જાણે ન હોય પરંતુ જો તથ્ય નીકળશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવા તેમણે જણાવ્યું હતું.

જ્યારે મંદિરમાં હાર્દિક સાથે ના કાર્યકરો ના સોશિયલ ડિસ્ટન્સ ના ભંગ વિશે સોમનાથ ટ્રસ્ટ નું કેહવું છે કે ટ્રસ્ટ દ્વારા અગાવ થીજ કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો ને સૂચના આપવામાં આવી હતી. પૂજા સમયે સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરાયું હતું. તેમ છતાં હાર્દિક મંદિરની બહાર હતા એ સમયે કોંગ્રેસી કાર્યકરો નું ટોળું ભેગું થયું હોય શકે. તેમજ કોઈપણ કોંગ્રેસી કાર્યકર ને મંદિરમાં મોબાઈલ કે કેમેરો લઈ જવાની કે ફોટોગ્રાફી ની પરમિશન ટ્રસ્ટ દ્વારા નથી આપવામાં આવી.ત્યારબાદ હાર્દિક પટેલે ધારાસભ્ય વિમલ ચુડાસમાં ની ઓફિસે સભા યોજી હતી જેમાં પણ સોશ્યલ ડિસ્ટનસ ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા જેમાં સાથે કોડીનાર ના ધારાસભ્ય મોહન વાળા, તેમજ માંગરોળ ના ધારાસભ્ય બાબુ વાજા પણ હાજર રહ્યા હતા. ત્યારે સામાન્ય લોકો પર કડક બનતું તંત્ર રાજકીય લોકો માટે કેમ મૌન છે તે સવાલ ઉભો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *