ગીર સોમનાથ જિલ્લામાં ૧૮ ધનવંતરી આરોગ્ય રથ દ્રારા ૧૨ હજારથી વધુ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી.

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

ગુજરાત સરકારે લોકોના આરોગ્યની ચિંતા કરી ઘરબેઠા આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં ધનવંતરી આરોગ્ય રથની ટીમો દ્રારા દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં ૧૮ ધનવંતરી આરોગ્ય રથ દ્રારા ૧૨૮૦૫ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. ૧૦૦ દર્દીઓને રિફર કરાયા છે. જિલ્લાના ૩૦૬ ગામોને આરોગ્ય રથથી આવરી લઈ આરોગ્યલક્ષી સેવા આપવામાં આવશે.

તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભાવિક કુંભાણીના માર્ગદર્શન હેઠળ તાલાળા તાલુકામાં ૨ ધનવંતરી રથ કાર્યરત કરી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. ધનવંતરી આરોગ્ય રથ અને આર.બી.એસ.કે.ની ટીમ દ્રારા કોરોના વાયરસના પોઝીટીવ આવેલ વિસ્તાર, હોટસ્પોટ વિસ્તારમ, વધુ માત્રામાં લોકોનું સ્થળાંતર હોય તેવા વિસ્તાર અને સ્લમ વિસ્તાર પહોંચી નાના બાળકો, બી.પી, ડાયાબીટીસ, કેન્સર, એચ.આઈ.વી, ફેસ્સાની બિમારી અને શંકાસ્પદ દર્દીઓની તપાસ આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે. તેમજ રોગપ્રતિકારક શક્તિવર્ધક હોમીયોપેથીક દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. ડો.કુંભાણી, ડી.પી.સી.નરેન્દ્રભાઈ મકવાણા, આર.બી.એસ.કે.ડો.જતીન રાઠોડ સહિતના ધનવંતરી આરોગ્ય રથની સેવામાં જોડાયા હતા.ધનવંતરી આરોગ્ય રથ દ્રારા દરરોજ ૩ ગામમાં અથવા અર્બન વિસ્તારમા ૩ સાઈટ પર, નક્કિ કરેલ વિસ્તાર અને હોમ ટુ હોમ આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. હાઈરીસ્ક, કો-મોબીડ લોકોને રીવર્સ કોરોન્ટાઈનમાં રહેવા માટે તેમજ તકેદારી રાખવા લોકોમાં આરોગ્ય વિષયક અને કોરોના વાયરસ પ્રત્યેની જનજાગૃતિ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વેરાવળ તાલુકામાં આર.બી.એસ.કે. ડો. ચેતન અને ડો.બિજેશની આરોગ્યની ટીમ દ્રારા અંતરીયાળ વિસ્તારમાં રહેતા લોકોનું કોવીડ-૧૯ મહામારી અંતર્ગત તમામનું સ્પોટ-૨ તથા થર્મલ સ્ક્રીનીંગ કરી આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *