નર્મદા: પાણીની ગંભીર સમસ્યા બાદ: રાજપીપળા નગરપાલિકા દ્વારા જબલેશ્વર મહાદેવ પાસે પાણીના બોરનું ખાતમુહૂર્ત કરાયું.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપળા સોનીવાડ,વિસાવગા,ભોઈવાડ તરફના રહીશો ને પીવાના પાણી ની ઘણા વર્ષો થી તકલીફ હોય રજૂઆતો બાદ નવા બોર નું ખાતમુહૂર્ત કરાયું જેમાં પાલીકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટ,સદસ્ય સંદીપભાઈ દશાંદી,ભાજપ યુવા મોરચા ના જિલ્લા ઉપ પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલ સહિત નાઓ ઉપસ્થિત રહયા હતા.

રાજપીપળા શહેરના અમુક વિસ્તારો માં પીવાના પાણી ની ગંભીર સમસ્યા બાબતે અગાઉ ના વર્ષો માં પણ પાલીકા દ્વારા ઘણા નવા બોર બનાવી મોટા ભાગના વિસ્તારો માં પાણી ની તકલીફ દૂર કરાઈ હતી પરંતુ વોર્ડ નં.૪ ના સોનીવાડ,વિસાવાગા, ભોઈવાડ તરફ ના વિસ્તાર માં વર્ષો થી પાણીની સમસ્યા હોય એ બાબતે સ્થાનિક કોર્પોરેટર તેમજ રહીશો એ ફરિયાદો કરતા કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ તેમજ મુખ્ય અધિકારી જયેશ પટેલે આ બાબતને ગંભીરતાથી લઈ આ વિસ્તાર ના રહીશો ને પાણીની તકલીફ ન પડે એ બાબતે ત્યાં આવેલા જબલેશ્વર મહાદેવ મંદિર પાસે નવા પાણીના બોરનું આયોજન કરી રવિવારે તેનું ખાતમુહૂર્ત કર્યું.જેથી વોર્ડ નં.૧,૪ અને ૫ ના રહીશોને વર્ષો જૂની પાણીની તકલીફ હવે દૂર થશે એ જાણી સ્થાનિકોએ પાણી બાબતે હવે મોટી રાહત થશે ની ખુશી વ્યક્ત કરી પાલિકા ટીમનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *