ભાવનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા કારકિર્દી વિષયક ઓનલાઈન સેમિનારનું આયોજન.

Bhavnagar
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

કોરોનાની મહામારીને લીધે વિદ્યાર્થીઓને ઘરે બેઠા યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા હેતુસર રોજગાર કચેરી, ભાવનગર દ્વારા તા.૨૩/૦૭/૨૦૨૦ થી તા.૩૧/૦૭/૨૦૨૦ દરમિયાન કારકિર્દીને લગતા વિવિધ વિષયો પર કચેરીના ફેસબુક પેઈજ મદદનીશ નિયામક રોજગાર કચેરી ભાવનગર ના માધ્યમથી ઓનલાઇન માર્ગદર્શન મળી રહે તેવા સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમા તા.૨૩/૦૭/૨૦૨૦ના રોજ સાંજે ૪ થી ૫ કલાક દરમ્યાન ડિપ્લોમા પ્રવેશ અને કારકિર્દી માર્ગદર્શન અંગે વી.કે.આહલપરા, તા.૨૪/૦૭/૨૦૨૦ના રોજ સાંજે ૪ થી ૫ કલાક દરમ્યાન સંરક્ષણ દળ ભરતી રેલી અંગે માર્ગદર્શન બી.એન.ચુડાસમા, તા.૨૭/૦૭/૨૦૨૦ના રોજ સાંજે ૪ થી ૫ દરમ્યાન ધો-૧૨ બાદ કારકિર્દી અંગે માર્ગદર્શન ઉદય વ્યાસ, તા. ૨૮/૦૭/૨૦૨૦ના રોજ સાંજે ૪ થી ૫ દરમ્યાન ધો.૧૦ બાદ કારકિર્દી અંગે માર્ગદર્શન શ્રી વી.જે.ગોહિલ, તા. ૩૦/૦૭/૨૦૨૦ના રોજ બપોરે ૩ થી ૪ દરમ્યાન સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન વી.જે.ગોહિલ, તા. ૩૧/૦૭/૨૦૨૦ના રોજ સાંજે ૫ થી ૬ કલાક દરમ્યાન સ્નાતક બાદ કારકિર્દી અંગે માર્ગદર્શન બી.એન.ચુડાસમા અને તા.૩૧/૦૭/૨૦૨૦ના રોજ સાંજે ૪ થી ૫ દરમ્યાન સંરક્ષણ સેવાઓ અંગે માર્ગદર્શન ઉદય વ્યાસ દ્વારા આપવામા આવશે. તો સર્વે વિદ્યાર્થી મિત્રોએ આ સેમિનારને વધુ ને વધુ નિહાળવા મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *